રાજકોટ: દિવાળીની રાત્રે સર્વેશ્વર ચોક પાસે યુવાનની હત્યા…
રાજકોટ શહેરમાં દિવાળીની રાત હત્યાના બનાવથી લોહિયાળ બની હતી. ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાં હત્યાની આ ઘટના બની હતી. જેમાં બજરંગવાડી સર્કલ પાસે શેરી નં. ૧૩માં કુળદેવી કૃપા ખાતે રહેતાં અને સિગારેટની કંપનીનું માર્કેટીંગ કરતાં કાર્તિક જેન્તીભાઇ સરવૈયા (ઉ.વ.૨૬) નામના યુવાનની હત્યા ઢાબા માલિક અમરદીપસીંગ ઉર્ફે બલીએ કરી હતી.આ બનાવમાં યુવાનના જ્યારે તેના નાના ભાઇ પ્રકાશ જેન્તીભાઇ સરવૈયા (ઉ.વ.૨૨) અને માસીયાઇ ભાઇ ધરમનગરમાં રહેતાં કેતન હરીભાઇ વોરા (ઉ.વ.૩૨)ને પણ હથિયારના ઘા ઝીંકાતાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સર્વેશ્વર ચોકમાં બલી’સ કીચન નામે ધંધો કરતાં અમરદીપ ઉર્ફ બલીપાજી હત્યા કર્યા બાદ ફરાર થઈ જતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના બજરંગવાડી-૧૩માં રહેતો કાર્તિક સરવૈયા, તેનો નાનો ભાઇ પ્રકાશ સરવૈયા અને માસીયાઇ ભાઇ કેતન વોરા દિવાળીની રાતે સર્વેશ્વર ચોકમાં દૂકાન ધરાવતાં મિત્ર મીત ભટ્ટને ત્યા ફટાકડા ફોડવા ગયા હતાં. ચારેય જણા દૂકાન પાસે જ ફટાકડા ફોડતા હતાં ત્યારે સર્વેશ્વચર ચોકમાં જ બલી’સ કીચન નામે રેસ્ટોરન્ટ ચલાવતો અમરદીપ ઉર્ફ બલી પણ ત્યાં ફટાકડા ફોડતો હતો.દરમિયાન બલીપાજી ફટાકડા સગળાવીને કાર્તિક ઉપર ફેંકતો હતો, બે વાર તેણે આવુ કરતાં તેને ના પાડવા છતાં તેણે આખી લૂમ સળગાવીને કાર્તિક તરફ ફેંકી હતી. આ કારણે બોલાચાલી થઇ હતી. બાદમાં અહીંથી થોડે દૂર જતા બંનેને કાર હેઠળ પછાડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ છરી વડે હુમલો કરી યુવાને ની હત્યા નિપજાવી હતી.હત્યાની આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસે મૃતકના ભાઈ પ્રકાશ જયંતીભાઈ સરવૈયા(ઉ.વ 21) ની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હત્યાના બનાવને લઈ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમે તપાસનો ધમધમાટ ચલાવી હત્યા કરી નાસી ગયેલા આરોપી અમરદીપસિંગ ઉર્ફે બલીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.