Placeholder canvas

કુવાડવા રોડ પર ટ્રકે ઠોકર મારતા છોટાહાથીમાંથી યુવક પટકાતા મોત

નવાગામમાં રહેતાં દિપકભાઈ કોળી વાડીએથી છોટાહાથીમાં બેસી ઘરે જતા હતા…

રાજકોટ તા.27
કુવાડવા રોડ પર છોટાહાથીને ટ્રકે ઠોકર મારતાં પાછળ બેસેલ દિપક કોળી નામનો યુવક નીચે પટકાયો હતો જેમને ગંભીર ઇજા પહોચતા સારવારમાં મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, રંગીલા સોસાયટી નવગામમાં રહેતા દીપકભાઈ રામસીભાઈ પરાલિયા(કોળી) ગત રોજ રાત્રીના બે વાગ્યાની આસપાસ પોતાના વાડીએથી ઘર તરફ આવવા છોટાહાથીમાં સવાર થઈ નીકળ્યાં હતાં, દરમિયાન છોટાહાથી કુવાડવા રોડ પર નવગામના રસ્તે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે હડફેટે લેતાં યુવક નીચે પટકાયો હતો.

જેમને તત્કાલિક સારવારમાં અત્રેની સિવિલે ખસેડાયો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી અકસ્માત સર્જનાર અજાણ્યાં ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વધુમાં, પોલીસે જણાવ્યું હતું કે મૃતક ખેતી કામ કરતાં અને ચાર ભાઈમાં નાના અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે, જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.

આ સમાચારને શેર કરો