વાંકાનેર: રંગપર નજીક કારખાનામાં વીજશોક લાગતા યુવકનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પૂનવેબ નામના કારખાનામા પ્લમ્બિંગ કામ કરવા ગયેલા જોધપર ગામના નાસિરભાઈ અબ્દુલભાઇ ખોરજીયા ઉ.28 નામના યુવાનને કામ કરતી વેળાએ વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા નાસીરભાઈ અબ્દુલભાઈ ખોરજીયા (ઉ.વ. ૨૮) નામનો યુવાન રંગપર ગામની સીમમાં આવેલ સ્પુનવેબ નામધા કારખાનામાં પ્લમ્બિંગ કામ માટે ગયો હોય, દરમ્યાન લોખંડની સીડી ફેરવતી વેળાએ ઉપરથી પસાર થતી હેવી વિજ લાઇનને સીડી અડી જતા યુવાનને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, જેમાં તેનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

