Placeholder canvas

વાંકાનેર: બાઈક ચાલકે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર થાન રોડ ઉપર આવેલ કાછીયાગાળા ગામે બાઈક ચાલકે પગપાળા જતા યુવાનને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર થાન રોડ ઉપર આવેલ કાછીયાગાળા ગામે હીરો સ્પ્લેન્ડર નંબર GJ-36-J-4855ના ચાલકે હેમુભાઈ માલકીયા ઉ.35 નામના પગપાળા જતા યુવાનને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ દેવશીભાઇ મનજીભાઇ માલકીયાએ બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) એમ વી એક્ટ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો