Placeholder canvas

વાંકાનેર: નવા કણકોટમાં ‘અહી રસ્તેથી નહી ચાલવાનું’ કહી યુવકનો ફરિયાદી પર હુમલો…

વાંકાનેર: નવા કણકોટ ગામે રેતીની ગાડી ખાલી કરવાનું કહેતા આધેડ પર યુવકે ઘાતકી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

પોલીસ મથકે મળેલ માહિતી મુજબ ફરિયાદી મોહનભાઇ માવજીભાઇ ગામોટે આરોપી યાકુબ હાજીભાઇ શેરસીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, નવા કણકોટ ગામે શેરી પાસે તા.૨૩/૦૮/૨૦૨૨ ના બપોરના આશરે અઢી ત્રણ વાગ્યાના અરસામાં આરોપી યાકુબ રેતી ભરેલી ગાડી લઈને આવી રહ્યો હતો. એ સમયે મોહનભાઇએ રેતીની ગાડી ખાલી કરાવવા સારુ જગ્યા બતાવવા જતા આરોપી યાકૂબે ‘અહી રસ્તેથી નહી ચાલવાનું’ કહ્યું હતું અને બેફામ ગાળો ભાંડી હતી.મોહનભાઇએ  પ્રતિકાર કરતા  યાકૂબે માથાના તથા જમણા હાથના ભાગે લોખંડના પાઇપ વતી હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ફરિયાદીના આધારે પોલીસે IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો