વાંકાનેર

વાંકાનેર: એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યુથ એસેમ્બલીનો કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ખાતે વાંકાનેર તાલુકા કક્ષાનો યુથ એસેમ્બલીનો વાંકાનેર વિધાનસભાનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કાર્યક્રમ યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

આ યુથ એસેમ્બલીમાં કુલ 13 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને લોકશાહી પ્રક્રિયાની સુંદર રજૂઆત કરી. વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્ય દ્વારા સમાજ પ્રત્યે ની જવાબદારી, વિચારશીલતા અને નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપ્યો. જેનું પરિણામ આ મુજબ રહ્યું
🏆 પરિણામ:
🥇 પ્રથમ ક્રમાંક: રાવલ નિર્જરા જતિનભાઈ
🥈 દ્વિતીય ક્રમાંક: મકવાણા વિરલ અને કડીવાર સોમિયા
🥉 તૃતીય ક્રમાંક: માધુ રાજવી સુભાષભાઈ

આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે દર્શનાબેન જાની, સેજલબા ચુડાસમા અને દીપાલીબેન ચૌહાણએ નિષ્પક્ષ અને પ્રેરણાદાયક કામગીરી નિભાવી હતી.
આ યુથ એસેમ્બલી દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, આત્મવિશ્વાસ અને વક્તૃત્વ કળાનો વિકાસ થયો. કાર્યક્રમ સમગ્ર રીતે સફળ રહ્યો અને વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો.

અંતમાં તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી શાળાના આચાર્ય દર્શનાબેન જાની દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી પ્રેરણા લઈ યુવાઓને આગળ આવવા અને સકારાત્મક વિચારો રાખી લોકશાહી દેશ માટે મતદાન અને પોતાના મતનું મહત્વ સમજી રાષ્ટ્ર માટે યોગદાન આપવા સમજાવ્યું હતું.

આ સમાચારને શેર કરો