Placeholder canvas

ચાર સવારીમાં ચોટીલા દર્શન કરવા જતા, ને બાઉન્ટ્રી પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : મોરબી પિતાને ત્યાં આવેલ પરિણીતા અને તેના પત્ની સંબંધી સાથે ચોટીલા દર્શને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા બાઈક પાછળ બેઠેલા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટું ગામે પિતાના ઘેર આવેલ ખેડાના માતર તાલુકાના લીમ્બાસી ગામના ખુશીબેન ભરતભાઇ કીશોરભાઇ ડામોર અને તેના પતિ ભરતભાઇ તેમજ સંબંધી વિક્રમભાઈ ભુનિયાભાઈ અને ખુશીબેનની બેનની દીકરી રિયા મોટર સાયકલ ઉપર ચોટીલા દર્શને જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઈક સ્લીપ થઈ જતા વિક્રમભાઈ ભુનિયાભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતમાં ખુશીબેન અને ભરતભાઇને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક ભરતભાઇ ડામોર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચાલુ કરી છે.

આ સમાચારને શેર કરો