Placeholder canvas

વાંકાનેર : ઢુવા પાસે બાઈક ડીવાઈડરના થાંભલા સાથે અથડાતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઈવે પર આવારનવાર અકસ્માતોના બનાવો બનતા રહે છે ત્યારે ઢુવા તરફ જવાના સર્વિસ રોડ પર બાઈક લોખંડના થાંભલા સાથે અથડાતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું .

મળતી માહિતી મુજબ મોરબીની વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા મયુરભાઈ નવીનભાઈ હદવાણી (ઉ.૩૮) પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ એચ ૯૮૭૪ લઈને પુરપાટ ઝડપે જતો હોય દરમિયાન ઢુવા ઓવરબ્રિજ પાસે એકે હોટલ સામે ઢુવા તરફ જવાના સર્વિસ રોડ પાસે ડિવાઈડર પર આવેલા લોખંડના થાંભલામાં બાઈક અથડાતા મયુરભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો