ડ્રાઇવરે બેદરકારીથી ટ્રેલર રિવર્સ લેતાં પાછળ પ્રેશર પાઇપ ચેક કરી રહેલા કૌટુંબિક ભાઈ પર પૈડું ફરી વળ્યું, ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલા ક્યુરો સિરામિક કારખાનાના પાર્કિંગમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર રિવર્સ લેતી વખતે પાછળ ઊભેલા યુવાન પર ટ્રેલરનું પૈડું ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, 14 ઓક્ટોબર 2026ના રોજ સાંજના સમયે ટ્રેલર ચાલક રામજીલાલ સુરજમલ પલસનીયા પોતાનું ટ્રેલર નંબર RJ-52-GB-4034 કારખાનાના પાર્કિંગમાં રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે તેનો જ કૌટુંબિક ભાઈ હરફુલસિંઘ જગદીશપ્રસાદ પલસનીયા (ઉં.વ. 37) ટ્રેલરની પાછળ રહીને તેની પ્રેશર પાઇપ ચેક કરી રહ્યો હતો.
આક્ષેપ મુજબ, ટ્રેલર ચાલકે પાછળ જોયા વગર બેદરકારીથી ટ્રેલર રિવર્સ લેતાં તેનું પાછળનું પૈડું હરફુલસિંઘ પર ફરી વળ્યું હતું. ટ્રેલરનું પૈડું તેમના છાતી, પેટ અને માથાના ભાગે ફરી વળતાં તેઓ ગંભીર રીતે કચડાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મૃતકના કાકા **સંતોષકુમાર ભૈરૂલાલ પલસનીયા (હાલ રહે. ભરતનગર, મોરબી)**ની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રેલર ચાલક રામજીલાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#વાંકાનેર #માટેલ #અકસમાત #WankanerNews #MorbiNews #KaptaanNews
