આરોગ્ય

નાના બાળકોને HMPVથી વધારે જોખમ: આવા લક્ષણો દેખાય તો તપાસ કરાવો.

ગભરાશો નહીં માત્ર કાળજી રાખો

ચીનમાં હાહાકાર મચાવતા કોરોના જેવા HMPV વાયરસના 8 કેસ ભારતમાં નોંધાયા છે. તેમાંથી 6 કેસ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એટલે કે શિશુઓમાં જોવા મળ્યા છે. જ્યારે અન્ય બે કેસમાં બાળકોની ઉંમર 7 વર્ષ અને 13 વર્ષ છે.

આ શ્વસનરોગના લક્ષણો સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવા જ છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં તેના લક્ષણો બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયામાં પણ પરિવર્તિત થઈ શકે છે. શિશુઓ, નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો સૌથી વધુ જોખમમાં છે.

ચીનમાં વધી રહેલા કેસોને જોઈને ભારત સરકાર આ અંગે સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે HMPV વાયરસની સમીક્ષા કર્યા બાદ રાજ્યોને માર્ગદર્શિકા જારી કરી છે. તેમને ઈન્ફલ્યુએન્ઝા અને શ્વસનરોગો પર દેખરેખ વધારવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો