Placeholder canvas

વાંકાનેર: બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચે વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેરમાં બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચે વર્લી ફીચરનો જુગાર રમતા બે ઈસમોની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર બાઉન્ટ્રી ઓવરબ્રિજ પાસે તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે બ્રિજની નીચે જાહેરમાં આરોપી કીશોર વજાભાઇ કોબીયા અને સના સવસીભાઇ બાવરીયા વર્લી ફીચરનો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે વર્લી સાહીત્ય ચિઠ્ઠી, બોલપેન અને રોકડા રૂપિયા ૧૦,૮૦૦ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો