વાંકાનેર: વર્લી ફિચરનો જુગાર રમતો એક પકડાયો

વાંકાનેર : વાંકાનેરમાં વર્લી ફિચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 15ના રોજ વાંકાનેરના મીલ પ્લોટમાં રેલ્વે સ્ટેશન રોડ પર સહકારી મંડળી પાસે આરોપી કેશરખાન મમદખાન અફરેદી ગે.કા. રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતો ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી કેશરખાન પાસેથી વર્લી સાહીત્ય, મોબાઇલ ફોન તથા રોકડા રૂ. 2340 મળી કુલ રૂ. 4340નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •