વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના 9 પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો અને 57 સબસેન્ટર પર ‘વિશ્વ મેલેરીયા દિવસ’ ઉજવણી કરવામાં આવી.


૨૫મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે આજે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના નવ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને છતાવન સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવી હતી.

મેલેરીયા રોગ પ્રત્યે લોકોમાં જન જાગૃતી આવે તે હેતુથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર રંગોળી ના માઘ્યમથી સંદેશો આપવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીઘેલ. તથા સબસેન્ટર ના ગામોમાં આવેલ પ્રાથમીક શાળાઓમાં મેલેરીયાના મચ્છર ઉત્પન કરતા પોરા નિદર્શન કરવામાં આવેલ તેમજ આવા પોરાનું ભક્ષણ કરતી ગપ્પીફીસ નિદર્શન કરવામાં આવેલ. તેમજ ગામમાં વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાઓ વિશે માહીતી આપતી પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ તેમજ દરેક પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દીઠ ૧-૧ રેલી કાઢી મેલેરીયા રોગ અટકાયતી જનજાગૃતી લાવવા પ્રયાસ કરવામાં આવેલ.
મેલેરીયા દિવસ ઉજવણને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયા તથા તાલુકા મલ્ટીર્પપઝ હેલ્થ સુપરવાઇઝર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો ના મેડીકલ ઓફીસર અને તમામ સુપરવાઇઝભાઇઓ તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહ ભેર ભાગ લીઘેલ હતો..
જો આપ કપ્તાન ન્યૂઝના whatsapp ગ્રુપમાં જોડાવા ઇચ્છતા હો તો નીચેની લીંક પર ક્લિક કરીને જોડાઈ શકશો…
https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3AtbE




