આરોગ્ય

રાજકોટ:’વર્લ્ડ કિડની ડે’ નિમિતે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને ગર્વમેન્ટ નર્સિંગ કોલેજ દ્વારા કિડની જાગૃતિ કાર્યક્રમ યોજાયો. 

કિડની અંગે જનજાગૃતિ લાવવા માટે ‘વર્લ્ડ કિડની ડે’ નિમિતે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને ગર્વમેન્ટ નર્સિંગ કોલેજ રાજકોટ દ્વારા કિડની જાગૃતિ કાર્યક્રમ યોજાયો. 

ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અન ગર્વમેન્ટ નર્સિંગ કોલેજ રાજકોટના સંયુકત ઉપક્રમે વિશ્વ કિડની દિવસની ઉજવણીના ભાગરૂપે નર્સિંગમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું કિડની અંગેની જાગૃતિ અંગે કાર્યકમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગર્વમેન્ટ નર્સિંગ કોલેજનાં પ્રિન્સીપાલ જલ્પાબેન ઘોડાસરા, ડો. ડેનીસ સાવલીયા (નેફોલોજીસ્ટ) તથા ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલ દ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલ તથા સાથી ટીમે જહેમત ઉઠાવી હતી. ‘કિડની જાગૃતિ’ અંગેની વિશેષ માહિતી માટે અશ્વીન ગોહેલ મો.૭૯૮૪૮ ૨૯૬૨૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર, શિંહોર, નવસારી, ઘોઘા, ઉંઝા સહિતના શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સંસ્થા છે. જે ત્રિલોકભાઈ આર. પરીખ (ચેરમેન– ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન)ના માર્ગદર્શનમાં કાર્યરત છે. આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્ન:વસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ દર્દીઓને મદદ કરવાથી માંડીને હોસ્પીટલમાં દર્દીઓનું ડાયાલીસીસ કરતાં ટેકનીશ્યનો માટે પણ શિબીરો દ્વારા દર્દીઓને ડાયાલીસીસ સમયે દર્દીઓને કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે વગેરે બાબતો અંગેના સેમીનારો યોજવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વ્રારા જીવનદાન કાર્યક્રમ અંતર્ગત જરૂરીયાત મંદ કિડનીના દર્દીઓને સારવાર માટે આર્થિક મદદ કરવાનું ઉમદા કામ કરી રહી છે જેના ભાગરૂપે સંસ્થા દ્વારા ઓગષ્ટ-૨૦૧૮ થી ડાયાલીસીસ સેન્ટર સંચાલીત છે. જેમાં જર્મન કંપનીના હિમોડાયાલીસીસ મશીન છે. જેમાં ૩૫ જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવી રહયાં છે અને મહીનાના ૩૦૦ થી ૪૦૦ ડાયાલીસીસ થાય છે. આ ડાયાલીસીસ સેન્ટર ક્રિષ્ના સાર્વજનીક હોસ્પીટલ હિંમતનગર ખાતે સંચાલીત છે.

આ સમાચારને શેર કરો