આજે 29મી સપ્ટેમ્બર એટલે “વર્લ્ડ હાર્ટ ડે”
દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે. હૃદયનાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે આ દિવસ ઉજ્વાય છે. આ ખાસ દિવસ ઉજવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે “વિશ્વ હ્રદય દિવસ” સપ્ટેમ્બર મહિનાનાં છેલ્લા રવિવારે ઊજવાશે, પરંતુ વર્ષ 2014માં આ ખાસ દિવસ મનાવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી દેવામાં આવી હતી.
હૃદય માણસનાં શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. સર્વેને તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. તેનું મૂળ કારણ શુદ્ધ આહાર અને સારી જીવનશૈલીને ન અપનાવું એ છે. હ્રદયને સ્વસ્થ રાખવા દિનચર્યામાં જરૂરી એવા ફેરફાર કરવા જોઈએ. મોડી રાત સુધી જાગીને વધુ ગેજેટ્સનો ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવા દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવા જોઈએ.
👉 લો-કાર્બ અને ઓછો ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ.
👉 મીઠુ, ખાંડ અને મેદા વાળી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ.
👉 સાંજે 7 પછી કંઈ ખાવું ન જોઈએ.
👉 વધારે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક અનાજ, કઠોળ લેવા જોઈએ.
👉 દરરોજ કસરત, પ્રાણાયમ કરવા જોઈએ.
👉 દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ માટે ચાલવાની અથવા સાયકલ ચલાવવાની આદત પાડવી જોઈએ.
👉 સ્વિમિંગ કરવાથી પણ સારી કસરત થાય છે.
👉 આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.
👉 શાકાહાર અપનાવવું જોઈએ.
👉 ભોજનમાં ફળ અને સલાડને શામેલ કરવું જોઈએ.
👉 શુદ્ધ આહાર એ જ સ્વસ્થ હ્રદયનો આધાર
-મિત્તલ ખેતાણી

