વાંકાનેર: વઘાસિયા ટોલનાકા નજીક રોડ પર ઉભેલી મહિલાને રીક્ષાએ ઠોકર મારતા મહિલાને ગંભીરઇજા…
વાંકાનેર : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક રોડ નજીક ઉભેલા ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા ઉ.37 રહે.તીથવા નામના મહિલાને જીજે – 07 – યુયુ – 0032 નંબરની રીક્ષાના ચાલકે પુરપાટ ઝડપે પોતાની રીક્ષા ચલાવી ગીતાબેનને જોરદાર ઠોકર મારતા કિડની અને આંતરડા તેમજ મણકાના ભાગે ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે ઇજાગ્રસ્ત ગીતાબેનના પતિ વિક્રમભાઈ વાઘેલા રહે.તીથવા વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

