Placeholder canvas

ફલ્લાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છેડતી પ્રશ્ને મહિલા કર્મચારીનાં સસરાની હત્યા: પતિ ગંભીર

જામનગર જિલ્લાનાં ફલ્લા ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનાં મહિલા કર્મીને છેડતી કરનાર સહકર્મી પટેલ યુવાનને મહિલાના પતિ અને સસરાએ ઠપકો આપતા ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરતા સસરાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતું. પતિને ગંભીર હાલતમાં જામનગર દવાખાને રીફટ કરવામાં આવેલ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ફલ્લા ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ટેમ્પરરી કર્મચારી અંકિતાબેન મિલનભાઈને બેંકના સહકર્મચારી ધવલભાઈ છેડતી કરતો હોય જે બાબતે આજરોજ બપોરના સુમારે અંકિતાબેનનાં પતિ મિલનભાઈ અને સસરા ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેટીયા બંને બેંકમાં આવી ધવલ શાંતિલાલ પટેલને ઠપકો આપતાં ધવલે ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી છરી વડે હુમલો કરી બંનેને ગંભીર ઈજા પહોંચાડતા ગોવિંદભાઈ ઓધવજીભાઈ (ઉ.વ.60)નું મોત થયું હતું જયારે મિલનભાઈને ગભીર ઈજા થતાં સારવાર માટે જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. બપોરના સમયે બેંકમાં હુમલો થતાં બેંક કર્મચારીઓમાં નાસભાન મચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ સમાચારને શેર કરો