Placeholder canvas

મોરબી: માળીયામાં ઓનેસ્ટ હોટેલ બહારનો શેડ ધરાશાયી થતા મહિલાનું મોત

વાવાઝોડાની સ્થિતિમાં જાનહાની ના થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ ટીમો અને સંસ્થાઓએ દિવસરાત જહેમત ઉઠાવી હતી અને સતત કામગીરી કરી હતી નાગરિકોના મોત ના થાય તે માટે તંત્ર છેલ્લા ત્રણ દિવસથી કામગીરી કરી રહ્યું હતું.

શુક્રવારે સાંજે ઓનેસ્ટ હોટેલ ખાતે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બહારનો શેડ તૂટી પડતા મહિલાનું મોત થયું હતું જેમાં નાની વાવડી ગામના રહેવાસી દંપતી નાસ્તો કરવા માટે ઓનેસ્ટ હોટેલ માળિયા ખાતે ગયા હતા ત્યારે ઓનેસ્ટ હોટેલ બહાર આવેલ ફેબ્રિકેશનનો શેડ પડી જતા રાજેશ્રીબેન અશોકભાઈ કાસુન્દ્રા નામની મહિલાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તો તેમના પતિ અશોકભાઈને સામાન્ય ઈજા થઇ હતી

આ સમાચારને શેર કરો