skip to content

વાંકાનેર: અગાભી પીપળીયા ગામે દિયરના હાથે ભાભીની હત્યા! 

મોટાભાઈ અને ભાભી વચ્ચે થયેલા ઝઘડાની વાત ભાભીએ પોતાની પત્નીને કહ્યા બાદ થયેલી બોલાચાલીમાં દિયરે પિતો ગુમાવ્યો ને ભાભીની કરી નાખી હત્યા

વાંકાનેર : તાલુકામાં હત્યાની ઘટના સામે આવી છે. અગાભી પીપળીયા ગામે ઘરના નાના એવા કજીયામાં દિયરના હાથે ભાભીની હત્યા થઈ છે. આ બનાવની પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશીભાઈ જખાણીયા (ઉ.વ.25) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની નવી માંનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હતો. પતિ-પત્નીના ઝઘડા બાદ હીરાબેને ફરિયાદી જયંતીના પત્ની મીનાબેન પાસે તેમના પતિ સાથે થયેલ ઝઘડાની વાત કરવા આવી હોય જે વાતનું આરોપીને સારું નહિ લાગતા આરોપી મુકેશ ધારશીએ મીનાબેનને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને મીનાબેનને માર માર્યો હતો.

બાદમાં ઈજાગ્રસ્ત મીનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મીનાબેનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મુકેશ સામે હત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો