ગુજરાત

સીએમ સમક્ષ રજૂઆત: પાટીદાર આંદોલનની જેમ CAAના વિરોધ વખતે થયેલા કેસ પણ પાછા ખેંચો.

અમદાવાદ: માયનોરીટી કોઓર્ડીનેશન કમીટીના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રી, કાયદા મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી ને પત્ર લખીને માંગ કરવામાં આવી કે પટેલ આંદોલનની જેમ જ નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના વિરોધ દરમિયાન થયેલ કેસ વાપસ લેવા જોઇએ.

તેઓએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ 2019 માં નાગરિકતા સંશોધન કાયદા (CAA) લાવવા બાબતે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયેલ હતા. ગુજરાતમાં પણ લોકો આ કાયદાના વિરોધ કરવા માટે બાહર આવ્યા હતા. આપના ધ્યાનમાં લાવવું છે કે આ વિરોધ પ્રદર્શનોમાં અહમદાબાદમાં 2, બનાસકાંઠામાં 1 અને વડોદરામાં 1 એફઆઇઆર પોલિસ દ્વારા કરવામાં આવી હતી. જે કેસ હાલ ચાલૂ છે.

જ્યારે ગુજરાત સરકાર દ્વારા હાલના સમયે 2015માં થયેલ પટેલ આંદોલન દરમિયાન ગુજરાતમાં હિંસાનો ભડકો થયો હતો, સરકારી સંપત્તિનો નુકસાન, લૂટફાટ, પોલિસ ઉપર જીવલેણ હુમલા, ભાજપ પદાધિકારીઓના કાર્યાલય ને આગ ચાંપાવાના બનાવ અને ઘણા લોકોની જાન હાનિ પણ થયેલ હતી. પોલિસ દ્વારા દાખલ કરવામાં આવેલ આશરે 167 કેસ પાછા લેવામાં આવ્યા છે. આ કેસોમાં રાજદ્રોહ જેવા ગંભીર ગુના પણ સામેલ છે. જે સંદર્ભે લોકોની વચ્ચે વાત થયી રહી છે કે જે લોકો ભાજપમાં જાય છે તેઓના જ કેસો પાછા ખેંચાય છે અને જે લોકો ભાજપામાં નથી જતાં તેમના કેસ પાછા નથી ખેંચાતા.

તેઓએ મુખ્યમંત્રીને રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે CAA પ્રોટેસ્ટ દેશના બંધારણના મૂળ તત્વની રક્ષા માટે થયેલ આંદોલન હતા, જેથી આપને વિનંતી છે કે ગુજરાતમાં CAA પ્રોટેસ્ટ દરમિયાન થયેલ સમસ્ત કેસ પાછા લેવામાં આવે, જેથી લોકો વચ્ચે કાયદા સમક્ષ સમાનતા નો ઉદાહરણ બની શકે.

તેઓએ અંતમાં મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે વિનંતી છે કે આગામી કૅબિનેટ મીટિંગમાં આનો પ્રસ્તાવ લાવીને લોકોને કેસોમાંથી મુક્તિ મળે તે માટે યોગ્ય કરશો.

આ સમાચારને શેર કરો