Placeholder canvas

મોરબી અને વાંકાનેરમાંથી ૩ છરી સાથે શખ્સો ઝડપાયા.

મોરબી જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે મોરબી અને વાંકાનેરમાંથી છરી સાથે ૩ શખ્સો ઝડપાયા છે.

મોરબીમાં આરોપી નવઘણ માત્રાભાઇ ગોલતર ત્રાજપર ચોકડી પાસે પોતાના પેન્ટના નેફા માં એક ધાર વાળી સ્ટીલના પાના વાળી છરી તિક્ષણ હથિયાર તરીકે મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી રાજેશ લાખાભાઇ મકવાણા પણ ત્રાજપર ચોકડી પાસેથી જ પોતાના પેન્ટના નેફા માં એક ધાર વાળી સ્ટીલના પાના વાળી છરી તિક્ષણ હથિયાર તરીકે રાખેલી મળી આવ્યો હતો. જ્યારે વાંકાનેરમાં આરોપી નવાબ રજાકભાઇ શેખ ચંદ્રપુરના નાલા પાસે રોડ ઉપર પોતાના કબજામાથી હથીયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી છરી રાખેલ મળી આવ્યો હતો.

આ સમાચારને શેર કરો