વાંકાનેર

પવન ચક્કીવાળાની દાદાગીરી: મંજૂરી વગર વાડી વિસ્તારમાં કરે છે બ્લાસ્ટ…

વાંકાનેર: દિવસેને દિવસે પવન ચક્કી વાળાની દાદાગીરી વધતી જાય છે, તેઓ નીતિ નિયમોને નેવે મૂકીને કામ કરી રહ્યા છે. તેઓને નિયમ વિરુદ્ધનું આ કામ ન કરવાનું કહેતા તમારાથી થાય તે કરી લેજો આવું ચોખ્ખા શબ્દોમાં કહી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આને આટલો બધો પાવર કોનો છે? અને કોનું પીઠબળ છે.?

મળેલી માહિતી મુજબ નવી કલાવડીથી ઘીયાવડ સુધી પવનચક્કીની લાઈન નાખે છે તે લાઈન નાખવા માટે ખોદકામ કરે છે અને તે ખોદકામમાં છેલ્લા ૧૦દિવસથી કોઈપણ જાતની સક્ષમ ઓથોરીટીની મંજુરી વિના બ્લાસ્ટ કરી રહયા છે.આ બ્લાસ્ટ કરવાથી ખેડૂતની વાડીમાં કરેલ બોર બુરાઈ જવાની શક્યતા હોય અને આજુબાજુમાં પથ્થર ઉડવાથી ખેતરમાં કામ કરતા વ્યક્તિઓ ને લાગવાથી ખુબ જ નુકશાન થાય તેમ હોય તેથી આ બ્લાસ્ટ કરતા લોકોને અટકાવવા ખુબ જરૂરી છે. તેને લીધે ખેતરમાં કામ કરતા લોકોનું મૃત્યુ થવાની શક્યતા પણ રહેલી છે, તેથી આ પવનચક્કીની લાઈન નાખતા લોકોને બ્લાસ્ટ કરતા તાત્કાલિક અટકવા જરૂરી છે.

આ તમામ બાબતની લેખિતમાં રજૂઆત વાંકાનેર મામલતદાર સમક્ષ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, તેમની નકલ તાલુકા પીઆઈને પણ આપવામાં આવેલી છે. જોઈએ હવે તંત્ર કામ ક્યારે કરે છે? તાત્કાલિક કે પછી ગોકળ ગતીએ. કે પછી પવન ચક્કીવાળાની આવીને આવી દાદાગીરી ચાલુ રહેશે..?

આ સમાચારને શેર કરો