Placeholder canvas

વાંકાનેર: સરકારના કાયદાની ઐસીતૈસી કરતી પવનચક્કી કંપનીઓ…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢના રેવન્યુ સર્વે નંબર ૪૪ અને ૬૮ પૈકી ૧ ફાળવવામાં આવેલ છે. આ જમીનમાં હાલે પવનચક્કી ઉભી કરવા માટે ફાઉન્ડેશનનું કામ ચાલે છે ત્યારે તેના બાંધકામના કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જયારે મોરબી ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં આ બાબતે તપાસ કરતા ખબર પડી કે આવી કોઈ પરવાનગી પવનચક્કીની કંપની કે તેના બાંધકામ કરતા કોન્ટ્રાકટરને આપવામાં આવેલ નથી. તેમછતાં પવનચક્કીવાળા સરકારના અધિકારીઓના ડર વિના કામ કરી રહ્યા છે.

આ પવનચક્કીની કંપનીઓની સામે પ્રતાપગઢ અને નવી ક્લાવડી ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ સરકારી તંત્ર હજી કોરોનાનું બહાનું ધરીને આંખ આડા કાન કરી રહ્યું છે.
પ્રતાપગઢ ગામની સીમમાં અને નવી ક્લાવડી ગામતળની નજીક પવનચક્કી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તેને બ્લાસ્ટિંગ કરવાની મજુરી ન હોવા છતાં પણ ૩ ના બોર કરીને મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્યાના ગામ લોકો અને ખેડૂતો દ્વારા કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. કલેકટરે દ્વારા પ્રાંત અધિકારીનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે પણ વાંકાનેર પ્રાંત અધિકારી અને મામલતદાર વિનાનું છે એટલે કોણ ? કાર્યવાહી કરશે ? તેની રાહ જોવામાં આવી રહી છે ?

સરકારની મજુરી વિના આવા મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવેલ છે તને લઈને ઇન્ડિયન એક્સ્ક્લોજીવ એક્ટ અને એક્સ્ક્લોજીવ રૂલસ ૨૦૦૮ ના નિયમ નંબર ૫, ૬ અને ૯ બી મુજબની ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવેલ છે તેમજ આજુબાજુના વિસ્તારમાં જે પણ નુકશાન કરેલ છે તેનું વળતર ચુકવવા માટે આવે તેવી ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ટંકારાના રોહિશાળામાં પવનચક્કી બાબતે રજૂઆત થતા તરત જ કામ અટકાવી દેવામાં આવ્યું છે જયારે વાંકાનેરમાં આવું કેમ નહી ? જેવા પ્રશ્નો લોકો વતી ઉઠાવવામાં આવી રહ્યા છે.

વાંકાનેરના આગેવાનો લોકલાગણી માટે ક્યારે આગળ આવશે ? કે સરકારના અધિકારીઓ કોરોનાના નામે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે ? વાંકાનેરને પ્રાંત અધિકારી અને મામલતદાર ક્યારે મળશે ? જેથી લોકોના આવા પ્રશ્નો બાબતે સમયસર અને યોગ્ય નિકાલ કરવામાં આવે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો