ગુજરાત

ગુજરાતમાં સંક્રાત પછી ઠંડી વધશે કે ઘટશે? જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે ઠંડીનો અનુભવ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં પતંગ રસિયાઓએ વહેલી સવારે ઉઠીને પતંગ ચગાવવાનું ટાળ્યું હતુ. ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે કેવો પવન અને ઠંડી રહેશે તે અંગેની આગાહી જોઈએ.

ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે હાલ ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે. હાલ માવઠાની કોઈ શક્યતા નથી.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે જણાવ્યું હતું કે, “આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે. આજથી લઘુત્તમ તાપમાન ફરીથી બે ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો