તું કેમ ગાયની ગાડીની માહિતી આપે છે કહી વાંકાનેરમાં યુવક પર હુમલો
ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસે બનેલી ઘટના
વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ પાસે અલંકાર હોટલ પાછળ રહેતા શ્રમિક યુવાનને બે શખ્સોએ તું કેમ અમારી ગાયની ગાડીઓ બાબતે માહિતી આપે છે કહી માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ચંદ્રપુર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા ફરિયાદી જયેશભાઇ માનાભાઈ સિંધવે આરોપી ફિરદૌસ મુનાફભાઇ ખલીફા અને આરોપી ફૈઝલ મુનાફભાઈ ખલીફા રહે.બન્ને ચંદ્રપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે આરોપીઓ તેમના ઘર પાસે આવ્યા હતા અને સાહેદ તેમના ભાઈ રામાભાઈને કહ્યું હતું કે, તું કેમ અમારી ગાયો ભરેલી ગાડીની માહિતી આપે છે. જેથી રામાભાઈએ કહ્યું હતું કે, હું કોઈને માહિતી આપતો નથી, હું તો મજૂરી કરૂ છું. જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ગાળો આપી લોખંડના પાઇપ વડે રામભાઈ પર હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

