Placeholder canvas

વાંકાનેરના પ્રથમ નાગરિક કોણ? આવતી કાલે થશે ફેંસલો.

આવતી કાલે ચૂંટાયેલા 28 સભ્યો આગામી પાંચ વર્ષ માટે વાંકાનેર શહેરનો વિકાસ અને લોકોને સુવિધા આપવાની જવાબદારી સોપશે.

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં પૂરી થઈ ગઈ છે, કોર્પોરેશનના મેયરની વરણી થઇ ગયા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે.

ત્યારે જોવાનું એ રહે છે કે આગામી પાંચ વર્ષ માટે નગરપાલિકાના ૭ વોર્ડમાંથી ચુંટાયેલા કુલ ૨૮ સભ્યો વાંકાનેર શહેરના વિકાસ અને લોકોને સુવિધા આપવાની જવાબદારી કોને સોંપે છે?

અત્રે જણાવી દઈએ કે વાંકાનેર નગરપાલિકામાં કુલ ૭ વોર્ડ આવેલા છે, જેમાંથી 6 વોર્ડમાં ભાજપના ૨૪ સભ્યો ચૂંટાયા છે અને એક વોર્ડમાં બસપાનાં 4 સભ્યો ચૂંટાયા છે. વધુ એક વખત વાંકાનેર શહેરમાં કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકી નથી.

આવતીકાલે વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રથમ મીટીંગ મળશે, વાંકાનેરમાં ચાલતી ચર્ચા મુજબ જયશ્રીબેન સેજપાલ એ જીતુભાઈ સોમાણી તરફથી પ્રમુખના ઉમેદવાર છે જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખના ઉમેદવાર છે. જ્યારે શહેરમાં ચાલતી રાજકીય ચર્ચા મુજબ નગરપાલિકાના પ્રમુખ પદના એક વધુ ઉમેદવાર રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ પણ મેદાનમાં છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જીતુભાઈ સોમાણી v/s મોહનભાઈ કુંડારીયા અને દુર્લભજીભાઈ દેથરીયા વચ્ચે રાજકીય ગરમાગરમી ચાલી રહી છે ત્યારે શું થશે એ કહ્યું અત્યારે મુશ્કેલ ભર્યું છે તો તેમને કાલ ઉપર જ છોડીએ !!! પણ હા જો કાંઈ ધારણાથી અલગ થયું તો ધારણા બહારનો રાજકીય બોમ પણ ફૂટી શકે છે. એવી રાજકીય ચર્ચા ચાલી રહી છે. હવે જાજી મગજમારી કરવા કરતા કાલની રાહ જોઈએ….

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો