Placeholder canvas

મોરબીમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઊડયા, રવાપર રોડ ઉપર ધોળા દિવસે લૂંટ

By શાહરુખ ચૌહાણ -વાંકાનેર
મોરબી હવે યુપી બિહાર કરતા પણ ક્રાઈમ નગરીમાં આગળ વધી રહ્યું છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે મોરબીના રવાપર રોડ ઉપર ભરચક એરિયામાં ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી છે.

મોરબીમાં અનેક કડક અધિકારી હોવા છતાં પણ ગુનેગારોને કોઇપણ જાતનો ગુનો આચરવામાં બીક લાગતી નથી ! આમ જોઈતો મોરબી જિલ્લામાં ગુનેગારોને પોલીસનો કોઇ પણ જાતનો ખોપ નથી તેવું લાગી રહ્યું છે. મોરબીમાં અવરાતાત્વો બેફામ બન્યા છે અને ગુનેગારોને પોલીસનો ડર ના રહ્યો હોય તેમ મોરબી શહેરમાં ગુનેગારો ગુનાખોરીને અંજામાં આપી રહ્યા છે. ત્યારે મોરબીમાં પોલીસની આબરૂના લીરેલીરા ઉડ્યા છે, મોરબીના રવાપર રોડ પર દિન દહાડે બંદુકની અણીએ લુંટનો પ્રયાસ થયો છે.

મોરબીના રવાપર રોડ પર દિન દહાડે રોડ વચ્ચે બાઈક સવાર શખ્સોએ દ્વારા એક એકટીવા ચાલકને મરચાની ભૂકી નાખીને ઝપાઝપી કરવામાં આવી હતી અને બંદુક દેખાડીને થેલામાં ભરેલ રૂપિયા લૂટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ઝપાઝપી રોડ પર થઇ રહી હતી ત્યારે મહાવીર બારડ અને પીયુષ પટેલ નામના વ્યકતીઓએ વચ્ચે પડીને લુંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો તો એકટીવા ચાલક વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા હોવાની માહિતી મળી હતી અને તે તેના એકટીવામાં પૈસાનો થેલો લઈને જઈ રહ્યા હતા.વસંતભાઈને હાલ મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મોરબીમાં સરા જાહેર આવા બનાવો બનતા પોલીસની નાક કપાયું છે જાહેર રોડ પર બંદુકની અણીએ લુટનો પ્રયાસ કરવામાં આવ્યા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી….

વીડિયો જોવા માટે નીચેની લિંક ક્લિક કરો….

https://www.facebook.com/319052715201426/posts/1291639277942760/

આ સમાચારને શેર કરો