Placeholder canvas

વઢવાણ-લીંબડી હાઈવે પર સાપને બચાવવા જતા ટેમ્પો પલટી ખાઈ ગયો.

સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માત સતત વધી રહયા છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેટતા હોય છે. વઢવાણ-લીંબડી રોડ ઉપર અચાનક સાપ આવી જતા ટેમ્પોના ચાલકે તેને બચાવવા જતા સ્ટીયરિંગ ઉપર કાબૂ ગુમાવી દીધો હતો. જેથી ટેમ્પો પલટી ગયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોને નાની મોટી ઈજા થઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં ઇજા પામેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે આવેલા GSPC ગેસ પંપ પાસે ટેમ્પો ચાલક જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક સાપ આવી ગયો હતો. જેથી તેને બચાવવા જતા ટેમ્પો પલટી ગયો હતો. તેમાં સવાર પેસેન્જરમાંથી પાંચને ઇજા થઈ હતી જે તમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા વઢવાણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતા.

વઢવાણ-લીંબડી હાઇવે પર આ અકસ્માત થતા થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ઘટનાની જાણ થતાં હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
આ સમાચારને શેર કરો