Placeholder canvas

આગામી દિવસોમાં ક્યાં વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે? જાણવા વાંચો

હાલમાં સરદાર સરોવરમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ થયેલ છે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ગુજરાતની આસપાસના વિસ્તારમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી એક સપ્તાહ સુધી નવું લો-પ્રેશર બનવાની શક્યતા નહીં હોવાથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યારસુધી મોસમનો ૮૭.૩૦ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ૩૦ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૧૦.૩૮ ટકા છે.

હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ (વરસાદી ઝાપટા) વરસાદ પડી શકે છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડે તેની સંભાવના નથી.

રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ છે. ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૩૭.૧૪ ટકા જળસંગ્રહ છે અને ચાર જળાશયો હાઇ એલર્ટ પર છે. તો ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

રાજ્યમાં હવે પાંચ દિવસ મેઘરાજા ખમૈયા કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.5 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સારો વરસાદ વરસતા હવે ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી છે. રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર 8.06 ટકા થયું છે. રાજ્યમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. વરસાદ વરસશે તેમ આગામી દિવસોમાં વાવેતરમાં પણ વધારો થશે.

આ સમાચારને શેર કરો