Placeholder canvas

હવામાન વિભાગની માવઠાની આગાહી, ક્યાં પડશે વરસાદ ? જાણો.

રાજ્યમાં ઠંડીની ઋતુ જામી છે. ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં આજે અને કાલે એમ બે દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે, બે દિવસ સુધી રાજ્યમાં માવઠું થશે, હવામાનમાં પલટો આવ્યો હોવાથી રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદી ઝાંપટા થશે. 8મી જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી ઝાંપટા અને છૂટો છવાયો હળવો વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ તાપી, નવસારી, ડાંગ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે.

આ સમાચારને શેર કરો