ધો.10 અને 12નું પરિણામ ક્યારે આવશે.? જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું?
ગુજરાત બોર્ડના ધો.10 અને 12 વિદ્યાર્થીઓ માટે મોટા અને ખુશીના સમાચાર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલાં જાહેર થયાં હતાં, આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલાં જાહેર થઈ શકે છે. મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી શક્યતા છે.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે બોર્ડના સ્ટાફ દ્વારા મહેનત કરીને ધાર્યા કરતાં વહેલાં પરિણામ આપવામાં આવ્યાં હતાં. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, જેથી વહેલાં પરિણામ આવશે.
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલાં જાહેર થવાની શક્યતા છે. પરિણામ વહેલા જાહેર થાય તો ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ જલદી પ્રવેશ મેળવી શકે. બોર્ડ દ્વારા આયોજનપૂર્વક જ પરીક્ષા વહેલી લેવામાં આવી હતી.
2024માં 9મેના ધોરણ 12નું અને 11 મેના ધોરણ 10નું પરિણામ આવ્યું હતું
વર્ષ 2024ની વાત કરીએ તો ગુજરાત બોર્ડના ધોરણ 12નું સાયન્સ-કોમર્સનું પરિણામ 9 મેના રોજ જાહેર કરાયું હતું. જ્યારે ધોરણ 10નું 11 મેના રોજ જાહેર કરાયું હતું. આ વર્ષે પણ મેના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.
જો આપ કપ્તાન ન્યૂઝના whatsapp ગ્રુપમાં જોડાવા ઇચ્છતા હો તો નીચેની લીંક પર ક્લિક કરીને જોડાઈ શકશો
https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3AtbE

