Placeholder canvas

ધરતીપુત્રો આનંદો: સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદ પડશે? ગુજરાતમાં કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ?

વાપીમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે અને લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ વરસાદ આવતા જ વાપીમાં સવારે કામ-ધંધે જતાં લોકો છતરી-રેઇન કોટ સાથે નજરે પડ્યા હતા.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 11થી 13 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધાની વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. વાપીમાં વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

સૌરાષ્ટ્રમાં 12 અને 13 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 12 જુલાઈ પછી અતિભારે વરસાદ વરસી શકે છે. ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો