વિશેષ લેખ

ટાંકીના પાણીમાં ક્યારેય જીવાત ન પડે અને પાણીને જંતુરહિત કરવા શુ કરવું ?

જળ છે તો જીવન છે. ન તો કોઈ પાણી પીધા વગર જીવી શકે કે ન્હાયા વગર. આપણે બધા રોજે અગણિત કામ કરવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક ઘરની છત પર પાણીની ટાંકી લગાવવામાં આવે છે. અહીંથી પાણી તમારા રસોડા, વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ સુધી પહોંચે છે. સ્વસ્થ રહેવા માટે પાણી પીવું જરૂરી છે, કારણ કે દૂષિત પાણી બીમારીનું ઘર કરી શકે છે.

ભલે તે ઘરની છત પર રાખેલી ટાંકીમાંથી પાણી જ કેમ ન હોય. ધાબા પરની પાણીની ટાંકી ખાલી થતાં જ તે ફરીથી ભરાઈ જાય છે. કેટલીકવાર ટાંકી ગંદી હોવાના કારણે પાણી ગંદું થતું જાય છે. જીવાત, ગંદકી, ધૂળ વગેરે તેમાં પડતા રહે છે. તેવામાં ટાંકીની સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અમે તમને એક ખૂબ જ સરળ રીત જણાવી રહ્યા છીએ, જેનાથી ટાંકીનું પાણી હંમેશા સ્વચ્છ અને જીવાણુ મુક્ત થઈ જશે.

ટાંકીના પાણીને ગંદું થતા અટકાવવાના ઉપાયો

ઘણી વખત ટાંકીનું ઢાંકણ ખુલ્લું છોડી દેવામાં આવે છે. જેના કારણે ધૂળ, માટી અને જંતુઓ પાણીમાં ઉડીને તેમાં પડે છે. જેના કારણે પાણી ગંદુ બને છે. જો નિયમિત ટાંકીને અંદર અને બહાર સારી રીતે સાફ કરવામાં ન આવે તો તળિયે શેવાળ બની શકે છે. જો તમે ન્હાતી વખતે ભૂલથી ટાંકીનું ગંદુ પાણી તમારા મોંમાં જતું રહે તો તમે બીમારીમાં સપડાઈ શકો છો. ઝાડા અને પેટના દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. તેવામાં અમે તમને એક ખૂબ જ સરળ ઉપાય જણાવી રહ્યા છીએ.

1. જો તમે ઈચ્છો છો કે તમારી પાણીની ટાંકી દૂષિત ન થાય, તેમાં જંતુઓ અને બેક્ટેરિયા ન વધે અને મહિનાઓ સુધી તેને સાફ કરવાની જરૂર ન પડે, તો તમારે આ સરળ ટ્રીક અજમાવો. તમે પાણીની ટાંકીમાં જાંબુના લાકડાનો ટુકડો નાખો. આનાથી પાણી એકદમ સ્વચ્છ રહેશે. કહેવાય છે કે આ ઔષધીય લાકડાને પાણીમાં નાખી દેવામાં આવે તો વર્ષો સુધી પાણી બગડતું નથી.

ખરેખર, જાંબુનું લાકડું ફાયટોકેમિકલ્સ રિલીઝ કરે છે. આ કેમિકલ પાણીમાં ઉગતા જંતુઓને મારી શકે છે. જો આ રસાયણ પેટમાં જાય તો ખૂબ જ ફાયદો થાય છે. અનેક પ્રકારના રોગો સામે લડવામાં મદદ કરી શકે છે.

2. જૂના જમાનામાં લોકો પાસે RO વોટર ફિલ્ટર નહોતા, ત્યારે તેઓ પોતાના માટલામાં કે પછી કૂવામાં જાંબુની લાકડીનો ટુકડો નાખી દેતા હતા. જૂના જમાનામાં લોકો લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહેતા હતા.

3. જાંબુની લાકડી ઘણી રીતે ફાયદાકારક છે. તે ફેફસાં, હાડકાં અને હાર્ટને હેલ્ધી રાખે છે. અને ઈમ્યુનિટી બુસ્ટ કરે છે.

આ સમાચારને શેર કરો