Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા તાલુકા પંચાયત સીટની સ્થિતિ શું છે? જાણવા વાંચો…

વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા સીટ પર સમગ્ર તાલુકાની નજર મંડરાયેલી છે, ત્યારે આ સીટ પરના ભાજપના ઉમેદવાર જસ્મીન બ્લોચના પ્રચારમાં ગુલમહંમદભાઈ બ્લોચ અને તેમના ટેકેદારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.

વાંકિયા અને પંચાસીયામાં તમામ જ્ઞાતિનો બ્લોચ ને ટેકો મળી રહ્યો છે. આ વખતે અહીંના મતદારો કોઈ ભૂલ કરવા માંગતા નથી. હાલમાં આ બંને ગામ ઉપરાંત રાનેકપર ગામમાં પણ સારું વાતાવરણ હોવાનું સામે આવી રહ્યું છે.

સામે પક્ષે બ્લૂટૂથ પરિવાર અને તેમના ટેકેદારો તેમજ ભાજપના આગેવાનો પણ મતદારો સમક્ષ જઇને આ વિસ્તારના વિકાસ માટે ભાજપના આ મજબૂત ઉમેદવાર ને ચૂંટવા માટે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. એ માટે એક યુવા ટીમ સક્રિય થઇ છે અને મતદારોની સંપૂર્ણ માહિતી એકઠી કરીને અત્યારથી જ ચૂંટણીના દિવસની કામગીરી નું પ્લાનિંગ કરી રહી છે. આખરે તો મતદાર જ રાજા

આ સમાચારને શેર કરો