રાજકોટ: છેડતી મામલો: ત્રણેય આરોપીઓએ કહયુ અમે છોકરીની છેડતી કરીજ નથી.

રાજકોટ ના કે.કે.વી હોલ પાસે થોડા દિવસો પહેલા છોકરી ની છેડતી ની ઘટના સામે આવી હતી અને પોલીસે ગણતરીના સમયમાં જ સ્વીફ્ટ કારમાં આવેલા આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા હતા એટલું જ નહીં તેમને બનાવની જગ્યાએ લઈ જઈ રી કન્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ કાયદાનું ભાન પણ કરાવ્યું હતું.

જ્યારે આ ત્રણેય આરોપીએ આજે કહ્યું છે કે અમે આ આ છોકરીની છેડતી કરી નથી અને તેની સાથે બીજા સામાજિક મહિલા અને પુરુષ આગેવાનો તેમજ કાર્યકરો સાથે મળીને પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું.

મળેલ માહિતી મુજબ આ ત્રણેય આરોપીઓઍ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને આવેદનમા કહેવામા આવ્યુ છે.કે અમે છોકરીની છેડતી કરીજ નથી, છોકરી દ્વારા ખોટી ફરિયાદ કરી આરોપીઓને બદનામ કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ શહેર પોલીસ ને ગેરમાર્ગે દોરીને પોલીસનો કિંમતી ટાઈમ ખોટી રીતે બરબાદ કરવા બાબતે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી આવેદન પત્ર પાઠવેલ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો