વાંકાનેર: મચ્છુ-૧ ડેમ ૯૦ ટકા ભરાયાની વાત ખોટી,હાલની જળ સપાટી ૩૩ ફૂટ…

વાંકાનેર; આજે બપોર પછીથી સતત કપ્તાનમાં ફોન આવતા રહ્યા કે.. શું મચ્છુ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે? તો ઓવરફ્લો થતા હવે કેટલી વાર લાગશે? વગેરે વગેરે પ્રશ્નો ફોનમાં પૂછાતા રહ્યા. જ્યારે ૯૦ ટકા ભરાયાની અમે ના પાડી દીધી ત્યારે આ લોકો કહેતા હતા કે ટીવીમાં અને બીજા માધ્યમમાં ૯૦ ટકા ભરાયાના સમાચારો આવી રહ્યા છે.
ત્યારે મચ્છુ-૧ ડેમ સાઈડ પર સંપર્ક કરીને મચ્છુ-૧ ડેમની હાલની સ્થિતિની સાચી માહિતી મેળવી અમોને જાણવા મળ્યું કે હાલ મચ્છુ-૧ ડેમની સપાટી 33.20 ફૂટ પર છે. એટલે ડેમ ૯૦ ટકા ભરાયો હોવાની વાત તદ્દન ખોટી છે. હજુ આશરે ૩૦ ટકા જેટલો જ ભરાયો છે. અત્યારે ઉલ્લેખનીય છે કે મચ્છુ-૧ ડેમની કુલ ઊંચાઈ 49 ફૂટ છે. અને હાલ જળ સપાટી 33.20 ફૂટ પર છે, અહીં એ પણ નોંધપાત્ર છે કે મચ્છુ ડેમની જળ સપાટી 42 ફૂટ પર પહોંચે ત્યારે અડધો ડેમ ભરાયો કહેવાય છે.
આ સમાચારને શેર કરો