વાંકાનેરમાં જરૂરિયાત મંદોને ઠંડીની ઋતુમાં ગરમ ધાબરળા વિતરણ કરાયું
“‘પ્રથમ માનવ પ્રજાને ઠંડીમાં ગરમ ધાબળા બાદ હવે પશુઓ ને રેડિયમ ના પટ્ટા પહેરાવવામાં આવશે”‘
વાંકાનેર ખાતે પશુ પક્ષી મનુ સેવા કાર્યકર્તિ સંસ્થા મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ ઠંડીની ઋતુમાં વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો અને સરકારી હોસ્પિટલો રેલવે સ્ટેશન બસ સ્ટેશન વિસ્તારમાં દર્દીઓ મુસાફરો અને જરૂરિયાતમંદ ફૂટપાથ પર સુતા જરૂરિયાત મંદોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. જે સરકારી હોસ્પિટલમાં પરંપરાતીય રાજ્યના મુસાફર દર્દીઓ અને અન્ય જરૂરિયાત મંદોને ગરમ ધાબળા અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચંદ્રપુર ખાતે પરપ્રાંતીય રાજ્યમાંથી રોજી રોટી ભિક્ષાવૃત્તિ કરવા આવેલા ને ગરમ ધાવળા અર્પણ કરી માનવતાની હૂફ પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જહાંગીરશા બાપુ તેમજ સંસ્થાના મંત્રી આરીફ દિવાન સહિત ઉપપ્રમુખ યાસીનશા શાહમદાર વગેરે સંસ્થાના સેવાભાવી સભ્યો એજાદશા, સાહિલશા,સમીરશા, સહિતનાઓએ ઠંડીમાં ગરમ ધાબળા વિતરણ કર્યા હતા ત્યારબાદ હવે પશુઓ માટે મુખ્ય માર્ગો પર મોડી રાત્રે રખડતા આખલા,ગૌ માતા ગાય વાછડા ને ડોકમાં રેડિયમના પટ્ટા પહેરાવવામાં આવશે જેથી રાત્રી એના સમયે વાહન ચાલકો કે રાહદારી અકસ્માતનો ભોગ ન બને તે હેતુસર વાંકાનેર પંથકના મુખ્ય હાઇવે રોડથી શહેરના વિવિધ વિસ્તારોમાં પશુઓને રેડિયમ ના પટ્ટા પહેરાવાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

