વાંકાનેર: વાહકજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગની સઘન કામગીરી

વાંકાનેર ચોમાસુ પુરૂ થતાં મચ્છર જન્ય રોગ ન ફેલાય એ માટે વાંકાનેર તાલુકાના હેલ્થ ઓફીસ હેઠળના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ.પી.એચ.ડબ્લ્યુ. અને આશાની ટીમ બનાવી અઠવાડિયા દરમિયાન તમામ ઘરોને આવરી લઈને ઘરે ઘરે જઈને ઘરની અંદર અને બહાર પાણી ભરવાના પાત્રોમાં એબેટ કામગીરી કરવામાં આવી રહી છે.

આ સાથે ગામની આસપાસ અને ફરતી બાજુમાં આવેલા ખાડામાં ભરાયેલા પાણીમાં બળેલુ ઓઇલ નાખવામાં આવે છે. તથા આવારૂ કુવા અને તળાવમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવેલ છે. ગામમાં હાલમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી અને જનસમુદાયની મચ્છરદાનીને દવાયુક્ત કરવાની કામગીરી સઘન કામગીરી ચાલી રહી છે.

મેલેરીયા મુક્ત ગુજરાત કરવાની દિશામાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીના કારણે ચાલુ વર્ષે મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કામગીરીનું સુપરવિઝન મેડિકલ ઓફિસર તથા પીએચસીના સુપરવાઇઝર દ્વારા કરવામાં આવી રહેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •