Placeholder canvas

આનંદો ! વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો

વાંકાનેરના ખેડૂતો મૂકો લાપસીના આંધણ, મચ્છુ 1 ડેમ થઈ ગયો ઓવરફ્લો

ભાદરવામાં ભરાયો મચ્છુ 1 ડેમ

વાંકાનેર: આજે વાંકાનેરવાસીઓ તેમજ વાંકાનેર અને ટંકારા તાલુકાના ખેડૂતો માટે ખૂબ સારા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાંકાનેરનો મચ્છુ 1 ડેમ આજે (મોજાથી) ઓવરફ્લો થઈ ગયો છે.

ગત રાત્રે મચ્છુ ડેમની ઉપરવાસમાં વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડતાં મચ્છુ 1 ડેમ માં પાણીને શિકાર આવક થઈ હતી, જેમના કારણે એક જ રાતમાં મચ્છુ 1 ડેમ માં છ ફૂટ જેટલું પાણી આવી જતા આજે (મોજાથી) મચ્છુ 1 ડેમ (મોજાથી) ઓવરફ્લો થયો છે.

આખા ચોમાસા માં મચ્છુ 1 ડેમ નો ભરાણું પણ ચોમાસા ના અંતમાં એટલે કે ભાદરવા માસમાં મચ્છુ 1 ડેમ ભરાઈ ગયો છે

મચ્છુ 1 ડેમ ઓવરફલો થઇ જતા હવે મચ્છુ 1 ડેમ દ્વારા ખેતીમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે જેના કારણે વાંકાનેર તાલુકાના કેટલાક ગામો તથા ટંકારા તાલુકાના કેટલાક ગામોમાં આ સિંચાઈનું પાણી મળતા ખેડૂતો શિયાળુ પાકનું સારું એવું વાવેતર કરી શકશે. જેથી ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર છે એટલે જ કહી છીને કે “મુકો લાપસીના આંધણ”

મચ્છુ 1 ડેમ ઓવરફલો થઈ જતાં તેમજ હજુ પણ પાણીની મોટી માત્રામાં આવક ચાલુ હોય અને ઉપરવાસમાં વરસાદ પણ ચાલુ હોવાના કારણે મચ્છુ 1 ડેમ નીચવાસમાં આવતા ગામો હોલમઢ, જાલસીકા, મહીકા, ગારીયા,પાંજ, રસિકગઢ, લુણસરીયા, ધમલપર, પંચાસર, વાંકાનેર શહેર, રાતીદેવળી,વાંકીયા, રાણેકપર અને પંચાસીયા ગામના લોકોએ સાવચેતી રાખવી. તેમજ નદી વિસ્તારમાં અવરજવર ન કરવી, ચાવચેતી રાખવી. ખાસ કરીને બાળકોને નદીના પટમાં કે નદીમાં આવેલા પુરને જોવા માટે એકલા ને ન જવા દેવા…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો