Placeholder canvas

વાંકાનેરમા ભાજપમાં ભળકો : 16 નગરસેવકોએ પક્ષમાંથી આપ્યા રાજીનામા, હવે પ્રમુખ કોણ બનશે?

28માંથી 24 સભ્યો ભાજપના ચૂંટાયા તો પણ સતાથી દૂર રહેશે?

વાંકાનેર શહેર ભાજપમાં ભળકો થયો છે, આજે સાંજના છ વાગ્યે કપ્તાને વ્યક્ત કરેલ આશંકા મુજબ ભાજપના ચૂંટાયેલા 24 સભ્યોમાંથી ૧૬ સભ્યોએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા છે. જેમની જાણ શહેર ભાજપ પ્રમુખ દિનુભાઇ વ્યાસે જિલ્લા ભાજપ પ્રમુખને પણ કરી દીધી છે.

આ રાજીનામા આપનાર 1,દેવુબેન શામજીભાઈ પલાણી 2,ભાવેશ ભોગીલાલ શાહ 3,હેમાબેન ડી.ત્રિવેદી 4,કમળાબેન નરેન્દ્રભાઈ મકવાણા 5,રમેશભાઈ વશરામભાઇ વોરા 6,રાજ કેતનભાઈ સોમાણી 7,જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ 8,સુનિલભાઈ મનસુખભાઈ મહેતા 9,દેવાભાઈ રેવાભાઈ ગમારા 10,વિસાભાઈ સાતાભાઈ માંડાણી 11,કોકીલાબેન કીર્તિકુમાર દોશી 12,જશુબેન રમેશભાઈ 13, લતાબેન શંકરભાઈ વીંઝવાડિયા 14,મીરાબેન હસમુખભાઈ ભટ્ટી 15,ધર્મેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા 16,કાંતિલાલ રાયમલ કુંઢીયા આ ૧૬ સભ્યોએ ભાજપ પક્ષમાંથી રાજીનામાં તાલુકા ભાજપ પ્રમુખને આપી દીધા છે.

હવે ભાજપમાં 24 ચૂંટાયેલા સભ્યો માથઈ ૧૬ સભ્યોએ રાજીનામુ આપતા ભાજપ પાસે 8 સભ્યો રહયા છે, આમ કુલ 28 સભ્યોની નગરપાલિકામાં આઠ સભ્યોથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવી શકાય નહીં

અમોને મળેલી માહિતી મુજબ બસપાના 4 સભ્યો ભાજપમાંથી રાજીનામું આપનાર ૧૬ સભ્યની સાથે છે જેથી તેમની સભ્ય સંખ્યા 20ની થઈ જશે. જો બસપાના ચાર સભ્યો ભાજપ સાથે બેસે તો પણ તેમની સભ્ય સંખ્યા 12 થશે, આમ હાલમાં તો પ્રથમ નજરે ભાજપ સત્તા સ્થાને આવે એવું લાગતું નથી.

અમને મળેલ માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકા માં ચૂંટાઈ આવનારા તમામ સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે પસંદ કરીને પક્ષમાં મોકલ્યું હતું પરંતુ પાર્લામેન્ટરી બોર્ડમાં આ સર્વાનુમતે થયેલી પસંદગી અસ્વીકારને તેમની જગ્યાએ અન્ય સભ્યોની પસંદગી કરતા આ ૧૬ સભ્યોએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા છે. આવતી કાલે પ્રમુખની જ્યારે વરણી થવાની છે ત્યારે આ 16 સભ્યો અલગ ચોકો જમાવીને ભાજપની સામે જ પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારી કરીને નગરપાલિકા કબજે કરી લેશે તેવુ હાલમાં લાગી રહ્યું છે.

આમ ભાજપનું ઉચ્ચ નેતૃત્વ વાંકાનેર નગરપાલિકમાં ચુટાયેલા સભ્યોની પસંદગીને અવગણીને નગરપાલિકા ગુમાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીતુભાઈ સોમાણી એ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી, જેથી તેવો ભાજપના નિર્ણયની સાથે રહેશે. !!!

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો