વાંકાનેર : અંગત અદાવતમાં સૂકી નિરણ સાથેનું ટ્રેકટર સળગાવી નાખ્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં અંગત અંદાવતનો ખાર રાખી એક શખ્સે સૂકી જુવારની નિરણ સાથેનું ટ્રેકટર સળગાવી નાખ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી પાંચાભાઇ રૂપાભાઇ રંગપરા ઉવ.૨૩ રહે જાલી, વાંકાનેર વાળાએ આરોપી લાખા વાઘજી રહે જેતપરડા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ ના રોજ જાલી ગામની સીમ ગુજરાત ગેસ સામે આરોપીએ થોડા દીવસ પહેલા ફરીયાદી વીરૂધ્ધ અરજી કરેલ જે રોષના કારણે આરોપીએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી ફરીયાદીની વાડીમાં પ્રવેશ કરી સુકી જુવારની નીરણ કીંમત રૂ.૧૨૦૦૦ તથા ટ્રેક્ટર નં.GJ-02-8892 ની જમણી બાજુના બન્ને ટાયર તથા ટ્રોલીનું જમણી સાઇડનું ટાયર સળગાવી કીંમત રૂ.૧૫૦૦૦ નું નુકશાન કર્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો