Placeholder canvas

શાબાશ ! લોકોએ ચોરને પક્કડયો, મોરબી એ.ડિવિઝને જશ ખાટયો અને વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો છુપાવ્યો…!!

વાંકાનેર: તાલુકાના વડસર અને વાલાસણ ગામમાં ચોરી કરનાર ચોરને વાલાસણ ગામના લોકોએ પકડી પાડ્યો અને તાલુકા પોલીસને સોંપ્યો, તાલુકા પોલીસે આ ચોરને વાંકાનેરમાંથી ઠેકાળીને મોરબી એ-ડિવિઝનને સોંપીને વાંકાનેરમાં કશું થયું નથી એવું બતાવવા ફરિયાદ ન નોંધી…!!

બનાવની હકિકત કંઇક એવી છે કે ગત તારીખ 16 ની વહેલી સવારે બે વાગ્યાની આસપાસ વડસર દરગાહ સામે આવેલી દુકાનોના ગ્રાઉન્ડમાં સૂતેલા ચોકીદારે ગરમીના કારણે તેમની બંડી કાઢીને ખાટલા ઉપર અને ગોદડાં નીચે રાખી હતી જેમાં આશરે એક હજાર રૂપિયા, મોબાઈલ અને તેમનું આધારકાર્ડ હતું તે બાઈક પર આવેલ બે ચોરમાંથી એક ચોર ચોરી ગયો… જે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.

ત્યારબાદ આ ચોર વાંકાનેર ગયો અને ત્યાં બાઇક મુકીને સીએનજી રીક્ષાની ચોરી કર્યા હોવાની વાત છે અને ત્યાંથી તે ચોર વાલાસણ ગામે વહેલી સવારે ચોરી કરવા પહોંચ્યા હતા. વાલાસણ ગામમાં એક ઘરની અંદર ઘુસ્યા હતા અને કબાટ ખોલવાની કોશિશ કરતો હતો ત્યાં મહિલા જાગી ગઈ અને ચોરને પકડી લીધો. દેકારો થતાં આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા કેમકે રમજાનમાં રોજા રાખવા માટે લોકો વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યે ઉડતા હોય છે જેના કારણે ચોર પકડાઈ ગયી અને તેમને ઇલેક્ટ્રીકના થાંભલા લોકોએ બાંધી દીધો.

ગામલોકોએ ગામના સરપંચને જાણ કરી અને સરપંચે આવીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફોન કરીને જાણ કરી હતી અને મોડી મોડી પોલીસ આવીને આ ચોરને વલાસણ ગામેંથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લઇ આવી હતી.

જ્યારે ગઈકાલે મોરબી એ-ડિવિઝનેની પોલીસે એવી પ્રેસનોટ જાહેર કરી કે તેઓને મળેલી બાતમીને આધારે મોરબી રવાપર-ઘુનડા રોડ પર વૈદેહી ફાર્મ પાસે સીએનજી રીક્ષા સાથે ચોર રમજાન મહમદભાઇ શાહમદાર ઉર્ફે બાદશાહ / ભુરો પકડાયો હતો. ત્યારે સવાલ એ થાય છે કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં રહેલો આ ચોર ત્યાં કઈ રીતે પહોંચ્યો ? અને વાંકાનેર તાલુકા પોલીસે આ ચોર સામે કાયદાકીય કાર્યવાહી કેમ ન કરી ? શું વાંકાનેર તાલુકા પોલીસનો મનસુબો ઓછા ગુન્હા બતાવવાનો હતો કે પછી અન્ય કોઈ કારણ હતું…!

વધુમાં મળેલી માહિતી મુજબ વડસર દરગાહ સામે દુકાનોના ચોકીદારની બંડીની કરેલી ચોરીમાં જેમાં પૈસા મોબાઈલ અને આધારકાર્ડ હતું પોલીસે આ દુકાનના માલિક ને બોલાવીને બંડી પૈસા પાછા આપી દીધા છે પણ મોબાઈલ પાછો મળ્યો નથી મતલબ કે ત્યાં ચોરી થઈ હતી તે સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસે ચોર પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો જેથી સાબિત થાય છે. પણ આ ઘટના તાલુકા પોલિસના ચોપડે કશું નથી ? ઉલટુ પોલીસે એવું જણાવ્યું કે આ ચોરે મોરબીમાં ચોરી કરી હોવાથી તેમને મોરબી પોલીસને સોંપી દેવામાં આવશે ! તો વાંકાનેર તાલુકામાં ચોરી કરી એનું શું ? ત્યારે સવાલ એ થાય છે કે વાંકાનેરમાં થયેલી એક ચોરી અને એક ચોરીની કોશિશ પર વાંકાનેર તાલુકા પોલીસે કેમ ઢાંકપિછોડો કર્યો છે.

આ સમગ્ર ઘટના પર પોલીસની કામગીરી પર સવાલ ઊભા થાય છે, લોકોનો પોલીસ પરનો વિશ્વાસ તૂટે છે અને આવું વાંકાનેર તાલુકા પોલીસે શા માટે કર્યું ? તે ઉપરી અધિકારી માહિતી મેળવીને લોકો સમક્ષ જાહેર કરવું જોઈએ.

આ સમાચારને શેર કરો