વાંકાનેર: તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીનું બેઠકનું સિમાંકન અને બેઠકનો પ્રકાર જાહેર
વાંકાનેર સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી નું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂકયું છે અને ચૂંટણી પંચ અને તંત્ર આ દિશામાં કામની શરૂઆત કરી દીધી છે. તંત્રએ વાંકાનેર તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો નું સીમાંકન અને પ્રકાર જાહેર કર્યો છે.
વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 સીટો આવેલી છે જેમાંથી એક માત્ર પંચાસર બેઠકમાં સીમાંકનમાં ફેરફાર થયો છે નવી નિમાયેલી ગ્રામ પંચાયત ધરમનગરનો પંચાસર બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોનો ક્યાં પ્રકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.
વાંકાનેર તાલુકા પંચાયતની સીટ અને તેનો પ્રકાર
1 અરણીટીંબા- અનુસૂચિત આદિજાતિ
2 ચંદ્રપુર- સામાન્ય સ્ત્રી
3 ચીત્રખડા- સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
4 ઢુવા- સા.શૈ. પછાત વર્ગ
5 ગાંગીયાવદર- બિન અનામત સામાન્ય
6 ગારીયા- બિન અનામત સામાન્ય
7 હશનપર- બિન અનામત સામાન્ય
8 જેતપરડા- બિન અનામત સામાન્ય
9 કણકોટ- બિન અનામત સામાન્ય
10 ખખાણા- બિન અનામત સામાન્ય
11 કોઠી- બિન અનામત સામાન્ય
12 લુણસર- બિન અનામત સામાન્ય
13 મહીકા- બિન અનામત સામાન્ય
14 માટેલ-સામાન્ય સ્ત્રી
15 મેસરીયા- અનુસૂચિત જાતિ સ્ત્રી
16 પંચાસર- સામાન્ય સ્ત્રી
17 પંચાસિયા- સામાન્ય સ્ત્રી
18 પીપળીયારાજ- સામાન્ય સ્ત્રી
19 રાજાવડલા- સામાન્ય સ્ત્રી
20 રાતડીયા- સામાન્ય સ્ત્રી
21 રાતીદેવડી- સામાન્ય સ્ત્રી
22 સરધારકા-સામાન્ય સ્ત્રી
23 સિંધાવદર- સામાન્ય સ્ત્રી
24 તીથવા- બિન અનામત સામાન્ય
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…