વાંકાનેર:તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સેવાસદન ખાતે ઉજવણી
વાંકાનેરમાં 73માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી સેવાસદન કચેરી ખાતે કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. સમુહ માં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું કોરોના વોરીયૅસને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજકીય અને સામાજિક આગેવાનો અધિકારીઓ-કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા. તાલુકાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિયત સંખ્યામાં કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે કરવામાં આવી હતી. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્મયોગીઓનું સન્માન, રમતવીરોના સન્માન મોકુફ રખાયા હતા. સમગ્ર કાર્યક્રમ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.