વાંકાનેર

વાંકાનેર: નવાપરામાં છ પતાપ્રેમી જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં આવેલ બરફના કારખાના પાછળ દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર છ જુગારીઓને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 37,400 જપ્ત કર્યા હતા.

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં આવેલ બરફના કારખાના પાછળ જુગાર રમાતા હોવાની મળેલ બાતમીના આધારે સિટી પોલીસે દરોડો પાડતા અજયભાઇ પ્રમેજીભાઇ બાવળીયા, સુનીલભાઇ શંકરભાઇ સારલા, મુકેશભાઇ રમેશભાઇ ડાભી, ઉમેશભાઇ જાદવભાઇ કુતીયા, ભરતભાઇ નાનજીભાઇ દેગામા અને અશ્વીનભાઇ ઉકાભાઇ મકવાણા જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

પોલીસે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 37,400 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો