Placeholder canvas

વાંકાનેરમાં આજે 33mm વરસાદ પડ્યો : મોસમનો કુલ 84 એમએમ વરસાદ થયો

વાંકાનેર: આજે સાંજના સમયે વાંકાનેર શહેર અને તાલુકામાં સારો એવો સ્વાદ પડ્યો જે છાંટા સ્વરૂપે દિવસ આથમ્યા સુધી ચાલુ હતો.

આજે વાંકાનેરમાં કુલ 33 એમએમ એટલે કે લગભગ સવા ઈચ વરસાદ પડ્યો છે આ પૂર્વે 51 એમએમ પ્રસાદ પડ્યો હતો આમ આ મોસમનો કુલ વરસાદ 84 એમએમ એટલે કે 3.30 ઇંચ વરસાદ પડ્યો છે.

હજુ વાંકાનેર શહેર અને તાલુકાના નદી-નાળા ખાલી છે, હવે નદી નાળામાં પાણી આવે અને તમામ ચેક ડેમો ભરાય એવા વરસાદની ખાસ જરૂર છે. પરંતુ આજના વરસાદથી ખેતીમાં જરૂર લાભ થશે અને વરસાદના કારણે આજે વાતાવરણમાં ઠંડક પ્રસરવાના કારણે લોકોને ગરમી અને બફારામાં રાહત મળી હતી.

આ સમાચારને શેર કરો