Placeholder canvas

વાંકાનેરમાં ગત રાત્રે ભારે પવન સાથે 20 થી 30 mm વરસાદ પડ્યો.

વાંકાનેર : ગત રાત્રે 8 વાગ્યાની આસપાસ છાંટા ચાલુ થયા હતા અને થોડીવારમાં વરસાદ વધ્યો પરંતુ 9:00 વાગ્યે જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો અને ઘણી જગ્યાએ પવનના કારણે નુકસાન થયુ હોવાનું સામે આવી રહ્યા છે.

મળેલી માહિતી મુજબ ગત રાત્રે વાંકાનેર શહેર અને તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે બધી જગ્યાએ જોરદાર પવન હોવાની માહિતી મળી છે. રાત્રે 11:00 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે 20 એમએમ વરસાદ નોંધાયો છે. જોકે અમુક ગ્રામ્ય વિસ્તારમાં ૩૦થી ૩૫ એમએમ વરસાદ પડ્યો હોવાની માહિતી સામે આવી છે.

છેલ્લા ચારેક દિવસથી ભારે બફારો રહેતો હતો જેના કારણે લોકો બહાર જતા તો પરસેવા એ નીતરી જતા હતા. એવા સમયે રાત્રે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને રાહત મળી હતી.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વરસાદ તેના સમય કરતા લગભગ દસથી બાર દિવસ મોડો છે અને હાલમાં ખેતીમાં વરસાદની ખાસ જરૂરિયાત પણ હોવા ના સમયે વરસાદ આવી જતા ખેડૂતોએ ખુશ થઈ ગયા છે. પરંતુ આટલો વરસાદ પૂરતો નથી હજુ પણ નદી-નાળામાં પુર આવી જાય એટલા વરસાદની ખાસ જરૂરીયાત છે અને તો જ ખેતીના પાકને ખૂબ સારો લાભ થઈ શકે.

અમરસરમાં મકાનનું છાપરૂ ઉડયું :-
ગત રાત્રે નવ વાગ્યાની આસપાસ જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો,એ પવનમાં ઘણી બધી જગ્યાએ નુકસાન થયું છે. વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં એક મકાનનુ છાપરુ ઉડી ગયાની માહિતી સામે આવી છે. મળેલી માહિતી મુજબ અમરસર ગામના ઉપલા પરામાં રહેતા ઈમરાનભાઈ યુસુફભાઈ બ્લોચના મકાન પર ના પતરા ભારે પવનના કારણે ઉડી ગયા હતા અને તૂટી ગયા છે તેમજ મકાનમાં પંખા નીચે પડી ગયા હતા. આ મધ્યમ વર્ગી પરિવારનો ભારે પવનના કારણે પોતાનો આશ્યાનો વિખાઈ ગયો છે.

જુવો… વીડિયો…

કપ્તાન ના વાચકોને ખાસ અપીલ :-
ચાલુ થયેલા ચોમાસા દરમિયાન જ્યાં તમે છો, ત્યાં વરસાદ પડે તેમની માહિતી કપ્તાનને પહોંચાડવા આગ્રહ ભરી વિનંતી છે… સાથો સાથ કેટલા વાગ્ય વરસાદ ચાલુ થયો ? આશરે કેટલો વરસાદ પડ્યો હશે ? કોઈ મિલકત માં નુકસાન થયું હોય તો તેમનું નામ અને વરસાદ સાથે એક વીજળી પડતી હોય છે તો આવી ઘટના ઘટે તો તેની પણ વિગત આપવી અને સાથો સાથ તમારો મોબાઈલ આડો રાખીને એક નાનો વીડિયો બનાવીને કપ્તાણમાં વોટ્સએપ નંબર 98799390003 પર મોકલી આપશો… જો વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેમનો પણ વિડીયો બનાવીને મોકલશો (વીડિયો બનાવતી મોબાઈલ આડો રાખવો) જેથી એ માહિતી સરકારી તંત્ર અને વધુ લોકો સુધી પહોંચી શકે…. આભાર

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો