સાંસદની ભલામણથી વાંકાનેર- રાજકોટ (વાયા બાઉન્ડ્રી) બસ શરૂ કરવામાં આવી…
વાંકાનેર: મહીકા વિસ્તારના આગેવાનોએ સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને રજૂઆત કરી હતી કે વાંકાનેર રાજકોટ વાયા બાઉન્ડ્રી બસ સવારના સમયે શરૂ કરવામાં આવે તો મહિકાના આગળના ગામોના વિદ્યાર્થીઓને મહીકા સ્કૂલે આવવામાં અનુકૂળતા રહે તેમ જ આ વિસ્તારના લોકોને રાજકોટ જવા માટે પણ વધુ સગવડતા મળશે.
જેમની અનુસંધાને સાંસદ કેસરી દેવસિંહ ડેપોમાં આ બાબતે યોગ્ય કરવા જણાવ્યું હતું અને વાંકાનેર ડેપો એ આ બસ વાંકાનેર રાજકોટ વાયા બાઉન્ડ્રી શરૂ કરી કરતા મહેકા ગામના સરપંચ એમ.એ.બાદીએ સાંસદનો લેખિતમાં આભાર વ્યક્ત કરો હતો.

