Placeholder canvas

વાંકાનેર: આજે વીજ ચેકીંગ માટે 31 ટિમો મેદાનમાં: સવારમાં જ રાતીદેવળી ખાબકી

વાંકાનેર : આજે પીજીવીસીએલ દ્વારા વાંકાનેર પંથકમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સમગ્ર તાલુકા ભરમાં વીજ ચેકીંગ માટે 31 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે.

આજે મોરબી સર્કલના વાંકાનેર ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાંકાનેર 1 અને વાંકાનેર 2 સબ ડિવિઝન હેઠળના કૃષ્ણ જેજીવાય, પંચાસિયા જેજીવાય, જાંબુડિયા જેજીવાય અને ધારા જેજીવાય સહિતના ફીડરો તેમજ 5 ગામોમાં 31 ટિમો દ્વારા વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વેલી સવાર રાતિદેવળીગામમાં કેટલીક ટીમો ખાબકી હતી અને ગામમાં ચેકિંગ હાથ ધરતા કેટલીક જગ્યાએ ચોરી પકડાઈ હતી અને ઘરધણીને પાવતી પકડાવાઈ હતી બાકી તો આજે સાંજના સમયે કેટલી વીજચોરી પકડાઈ તે જાહેર થશે.

આ સમાચારને શેર કરો