Placeholder canvas

વાંકાનેર: કોંગ્રેસના નવઘણભાઈ મેઘાણી સતત ચોથી વખત ચૂંટાયા

વાંકાનેર: જાલસીકા ગામના નવઘણભાઈ મેઘાણી આ સતત ચોથી વખત જિલ્લા પંચાયતના સભ્ય પદે ચૂંટાયા છે.

નવઘણભાઈ મેઘાણી રાજકોટ જિલ્લા પંચાયતમાં દોઢો ટર્મ અને મોરબી જિલ્લા પંચાયતમાં દોઢ ટર્મ આમ ત્રણ ટર્મ પૂરી કરી અને ફરી પાછા ચોથી વખત ચૂંટાઈને મોરબી જિલ્લા પંચાયતમાં જશે.

તેઓ આ 4 ટર્મ પૂર્વે એક વખત તાલુકા પંચાયતમાં પણ ચૂંટાયા હતા અને રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ પદે પણ સેવા આપી હતી. તેઓ એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાંથી આવે છે.

આ સમાચારને શેર કરો